100% રાજ્ય સરકારની યોજના: દિવ્યાંજન મુદતી ધિરાણ યોજનાની સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને નિગમ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત છે. દિવ્યાંગ લોકોને નિગમ દ્વારા અલગ અલગ સ્વ રોજગારના ધંધા માટે 1 લાખ સુધીની ધિરાણ સહાય આપવામાં આવે છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

100% રાજ્ય સરકારની યોજના: દિવ્યાંજન મુદતી ધિરાણ યોજનાની સંપૂર્ણ માહિતી


ધિરાણનો હેતુ:

અલગ અલગ સ્વ રોજગારના ધંધા માટે

કેટલી ધિરાણ મળે? :

1 લાખ રૂપિયા સુધીની ધિરાણ મળવાપાત્ર થશે.

અરજી કરવાની પદ્ધતિ:

લાભાર્થીએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Join Whats App Group for Latest Update 

લાભાર્થીની યોગ્યતા અને પસંદગી:

  • લાભાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી દિવ્યાંગતાનું 40% કે તેથી વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • જે તે જિલ્લાની વસ્તી અને તેના પ્રતિનિધિત્વના આધાર પર ડ્રો સિસ્ટમથી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે.
  • ડ્રો થી પસંદ થયેલા લાભાર્થીને ધિરાણની મંજુરી નિગમના  નિયામક મંડળ દ્વારા કરવામાં આવશે.
  • લાભાર્થીની અરજી મંજૂર થયે નિગમ દ્વારા કેસલેસ સિસ્ટમ થકી બેંક દ્વારા સીધું ધિરાણ આપવામાં આવશે.

ધિરાણની મુદત અને વ્યાજના દરો:

  • લોનની રકમ: રૂપિયા 50000 થી ઓછા....
  • વ્યાજ દર રાજ્ય : 4 %
  • નિગમનો વ્યાજ દર: 1%
  • વ્યાજનો દર લાભાર્થી કક્ષાએ : 5%


  • લોનની રકમ: રૂપિયા 50000 થી 100000 સુધી
  • વ્યાજ દર રાજ્ય : 4 %
  • નિગમનો વ્યાજ દર: 2%
  • વ્યાજનો દર લાભાર્થી કક્ષાએ : 6%

મુદત: લાભાર્થીને આપવામાં આવતી મુદતી ધિરાણની મુદત પાંચ વર્ષની રહેશે.

યોજના વિશે માહિતી:

  • યોજનાનું નામ: 100% રાજ્ય સરકારની દિવ્યાંજન મુદતી ધિરાણ યોજના
  • યોજનાનો હેતુ: ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને 40 % કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે
  • લાભ: રૂપિયા 50000 થી 100000 સુધીનું ધિરાણ... પાંચ વર્ષ માટે
  • યોજનાનો ધ્યેય: આર્થિક સહાય
  • વિભાગ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
  • ક્ષેત્ર : સમાજ સુરક્ષા


યોજનાના માપદંડ:
  • કેટેગરી : તમામ
  • જાતિ સબંધિત. : કોઈ પણ
  • વ્યવસાય : કોઈ પણ
  • શિક્ષણ : કોઈ પણ
  • વ્યક્તિગત આવક મર્યાદા : 0
  • પરિવાર આવક મર્યાદા : 0
  • યોજના કોણે લાગુ પડશે? : શારીરિક ખોડખાંપણ ધરાવતા 40% કે વધુ

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • આધાર કાર્ડ
  • ઓળખ કાર્ડ
  • ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ
  • જન્મનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઓળખપત્ર
  • દિવ્યાંગતા અંગે સિવિલ સર્જનનો દાખલો
  • બેંક પાસબુક / કેન્સલ ચેક

એપ્લિકેશન ફોર્મ :

Online Application Click Here

આ યોજના વિશેનો પરિપત્ર ડાઉનલોડ કરો : Click Here 

Post a Comment

Previous Post Next Post